સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપર શાળા નં. ૧ ની પાસે ગલીમાં રહેતી ૧૪ વર્ષીય તન્વી કમલેશભાઇ શાહ તા.૨૯/૧૧/૨૦૨૪ના ૧૨/૩૦ થી ગુમ / અપહરણ થયું છે. જેની પોલીસ ફરિયાદ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાતાં પોલીસે આ મામલે ફોટા વિગતો જાહેર કરી ને માહિતી આપવા અપીલ કરી છે અને તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપર શાળા નં. ૧ ની પાસે ગલીમાં રહેતી ૧૪ વર્ષીય તન્વી કમલેશભાઇ શાહ જાતે જૈનનું તા.૨૯/૧૧/૨૦૨૪ના ૧૨/૩૦ વાગ્યાના અરસામાં ગુમ/અપહરણ થયું છે. જે દેખાવમાં શરીરે પાતળો બાંધો અને ઘઉં વર્ણી છે. જેની ઉંચાઇ આશરે ૪ ફૂટ ૬ ઇંચ જેટલી છે. જે ગુમ થઈ ત્યારે ગુલાબી સ્વેટર ટોપાવાળુ તથા લાલ કલરનું ટોપ અને લાકડા કલરની ચોયણી પહેરેલ છે. જેના જમણા હાથનાં પોચા ઉપર જુનુ દાજેલાનું નીશાન છે. જે ગુજરાતી ભાષા જાણે છે જેની ગુમ થયાની પોલીસ ફરિયાદ જોરાવરનગર ગુન્હા રજી નં.૧૧૨૧૧૦૨૫૨૪૦૭૭૦ /૨૦૨૪ બી.એન.એસ કલમ-૧૩૭(૧)(બી) નોંધાઇ છે. જે કોઈને જોવા મળે તો ૦૨૭૫૨ ૨૩૫૧૦૬ – જોરાવરનગર પોલીસ સ્ટેશન જીલ્લો. સુરેન્દ્રનગર, મોબાઈલ નં.૬૩૫૯૬૨૬૧૯૨- જોરાવરનગર પોલીસ સ્ટેશન જીલ્લો-સુરેન્દ્રનગર, મોબાઇલ નં-૭૫૬૭૬૮૯૭૩૨-વાય જી.ઉપાધ્યાય સર્કલ પોલીસ ઇન્સ્પેકટર સુરેન્દ્રનગર(તપાસ કરનાર અધિકારી) અને કમલેશભાઇ શાહ (પિતા) મોબાઇલ નં. ૬૩૫૬૧૨૬૬૪૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે.