મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે મોરબી-૨ ભડિયાદ રોડ નજર બાગ રેલ્વે સ્ટેશન નજીકથી એક ઇસમને વર્લી ફિચર્સના આંકડાનો નદીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપી જીજ્ઞેશભાઈ રાજેશભાઇ ચૌહાણ રહે.મોરબી-૨ ભડિયાદ કાંટા નજીક ની અટકાયત કરી તેની પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા ૧,૨૨૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે.