પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪ના રોજ ભોજપરા ગામ પાસેથી જયંતીભાઈ કરશનભાઇ રંગપરાને ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ ભરેલ પ્લાસ્ટિકના બાચકા નંગ ૮ (દેશી દારૂ લીટર ૪૦૦, કિં.રૂ. ૮૦૦૦)નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે કાર રજી. નં. જીજે-૧૩-એએમ-૦૪૫૪માં હેરાફેરી કરતો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૧,૨૮,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.