પોલીસે ત્રણ આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો.
મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ મોચી શેરી વિસ્તારમાં મોટર સાયકલ લઈ નીકળેલ બે મિત્રોને જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા ગાળાગાળી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, હાલ ભોગ બનનાર દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી એવા ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ મોચી શેરીમાંથી પંકજભાઇ પાલાભાઇ રાઠોડ ઉવ.૨૫ રહે.માળિયા વનાળિયા વાળા અને તેનો મિત્ર હાજીભાઈ માણેક એમ બંને મોટર સાયકલ લઈને પસાર થતા હોય ત્યારે આરોપી કિશન પટેલ રહે. મોચી શેરીવાળાએ જુના ઝઘડાનો ખાર રાખી બંને મિત્રોને રોકી તેની સાથે બોલાચાલી ગાળાગાળી કરી જાહેરમા ફરિયાદીને જાતિ પ્રત્યે અપશબ્દો કહી અપમાનિત કરી બોલાચાલી કરતા હોય તે વખતે આરોપી કુશન પટેલનો ભાઈ કૃણાલ પટેલે અને તેના મિત્ર મોઇન કુરેશી ઘરમાથી બહાર આવી બંને મિત્રો ઉપર હુમલો કરી માર મારેલ જે બાદ આરોપી કિશન પટેલે તેની પાસે રહેલ છરી વડે પંકજભાઈ ઉપર હુમલો કરી હાથના કાંડા પાસે ઈજા કરી હતી, હાલ પોલીસે આરોપી કિશન પટેલ, કૃણાલ પટેલ બંનેરહે. મોચી શેરી ગ્રીન ચોક મોરબી તથા મોઇન કુરેશી રહે. કાલિકા પ્લોટ મોરબીવાળા વિરુદ્ધ એટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.