Friday, January 31, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં વધુ સાત વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી

મોરબી જીલ્લામાં વધુ સાત વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી

ગોડાઉન અને કારખાના માલિકો વિરુદ્ધ કડક પગલા, નિયમોનું પાલન ન કરતા સાત વિરુદ્ધ ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ગોડાઉન અને કારખાનાના માલિકો દ્વારા જાહેરનામાના ઉલ્લંઘનના વધતા કિસ્સાઓ સામે મોરબી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોડાઉન ભાડે આપી ભાડા કરાર ન કરવા, CCTV કેમેરા ન લગાવવા તેમજ શ્રમિકોના આઇડી પ્રૂફ અને મોરબી એસ્સુર્ડ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવવું જેવા નિયમભંગના કારણે સાત ગુના નોંધાયા છે.

મોરબી જીલ્લા પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કિસ્સાઓ સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. મોરબી શહેર અને જીલ્લામાં ગોડાઉન અને કારખાના માલિકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા વધુ સાત ગુના નોંધાયા છે. જેમાં મોરબી સીટી “A” ડિવિઝન પોલીસે શનાળા ખારા વિસ્તાર, રાજપર ચોકડી અને શનાળા ગામમાં ત્રણ ગોડાઉન-માલિકો અને કારખાના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે જ્યારે વાંકાનેર સીટીમાં ત્રણ અને વાંકાનેર તાલુકામાં એક મળી કુલ સાત લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!