Friday, January 31, 2025
HomeGujaratવાંકાનેરના ભાયાતી જાંબુડીયા નજીક પરપ્રાંતિય શ્રમિકોની નોંધણી ન કરનાર ગોડાઉન સંચાલક વિરુદ્ધ...

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા નજીક પરપ્રાંતિય શ્રમિકોની નોંધણી ન કરનાર ગોડાઉન સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા નજીક આવેલ ગોડાઉનમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોનું આઇડી પ્રૂફ અને મોરબી એસ્સુર્ડ એપમાં નોંધણી ન કરનાર ગોડાઉન સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા તેમજ પ્રસિદ્ધ થયેલ જાહેરનામાના પાલન અર્થે સીરામીક કારખાનામાં, ગોડાઉનમાં ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા નજીક આવેલ ઈન્ફીનીટી સીરામીકના સંચાલક આરોપી અજયભાઈ અનંતભાઈ ગોસ્વામી ઉવ.૫૨ રહે. મોરબી-૨ સીરામીક સીટી જે-૨ શક્તિ ચેમ્બર પાછળ વાળા હોય તેમજ પોતાના હવાલાવાળા ભાડેથી લીધેલ ગોડાઉનમા જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાની નીચે કામ કરતા એમ.પી.ના તથા ઓડીશાના વર્કરના આઇ. ડી. પ્રુફ મેળવેલ ન હોય તેમજ પોલીસ સ્ટેશનમાં કે સંબંધીત કચેરીમાં જાણ કરેલ ન હોય તેમજ MORBI ASSURED એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન નહીં કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ ની કલમ ૨૨૩ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!