ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તાર માટે સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો મળતાં વિકાસ સહાય IPS, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્યના હસ્તે આજરોજ તા.૩૧/૦૧/૨૦૨૫ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી પોલીસ ભવનની શરૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનું પોલીસ સ્ટેશન કાર્યરત થતાં જ કુલ ૫૦૦ થી વધુ ગુના ધરાવતા કુખ્યાત બુટલેગર આશિષ ઉર્ફે આસુ રમેશ ચંદ્ર અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સિંધીની દસ લોકોની ગેંગ સામે ગુજસીટોક હેઠળનો ગુન્હો દાખલ કરી SMC એ ઓપનિંગ કર્યું છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાં સમગ્ર વિસ્તાર માટે સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિકાસ સહાય IPS પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હસ્તે આજરોજ તા. 31/01/2025 ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. મહા નિર્દેશકની સુચના અને માર્ગદર્શન હેઠળ નિર્લિપ્ત રાય, IPS નાયબ પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ, કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકી (Organized Crime Syndicate)ના સાગરીતો આશીષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સીંધી ઉદવાણી તથા ટોળકીના અન્ય ૦૮ સભ્યો મળી કુલ-૧૦ ગેંગના સભ્યોએ એકબીજા સાથે સંગઠીત થઈ ગુના આચરતી ટોળકી બનાવેલ છે. ધી ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) ૨૦૧૫ની કલમ મુજબ ગેંગના સભ્યો પોતાના આર્થિક લાભ માટે ટોળકી બનાવી રાજ્યમાં પ્રતિબંધિત વિદેશી દારૂ (IMFL) નો ગેરકાયદેસર રીતે આયાત કરાવી, ગુજરાત રાજ્યની હદમાં વિદેશી દારૂનુ પરિવહન કરી વેચાણ કરે છે. આ ગેંગના સભ્યોએ પોતાના આર્થિક લાભ માટે વિદેશી દારૂનું પરિવહન કરવાના ઈરાદાથી ખોટી વ્હિકલ નંબર પ્લેટ, ખોટા એન્જીન-ચેચીસ નંબર અને ખોટા ટ્રાન્સપોર્ટ ડોક્યુમેન્ટ બનાવીને આઈ.પી.સી.ની કલમ-૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૭૧ તથા અન્ય કલમો મુજબ ગુનાઓ આચરે છે. જે ગંભીર પ્રકારના ગુંહાઓમાં ત્રણ વર્ષથી વધુ સજાને પાત્ર બને છે. તેમજ આ ટોળકી વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં સોળ ગુનાઓમાં કોર્ટે ન્યાયીક નોંધ લઈ તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. તેમજ તમામ ટોળકીના સભ્યો વિરૂદ્ધ કુલ 500 થી વધુ ગુન્હાઓ દાખલ થયેલા છે. જેથી ટોળકીના 10 સભ્યો તેમજ તપાસમાં ખુલ્લે તેની સામે ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ કલમો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના એડમન પોલીસ ઇન્સ્પેકટર સરકાર તરફની ફરિયાદને આધારે તા. 31/01/2025 ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ખાતે ગુજસીટોક હેઠળ પ્રથમ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.