મોરબીમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ત્રાજપર નજીક આવેલા મોરબી વાંકાનેર હાઈવે પર પણ ખાડા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એટલું જ નહિ લખધીરપુર રોડ પણ અતિ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે જો કે આ ખાડા નો નિકાલ ક્યારે કરવામાં આવે તે કહેવું અતિ મુશ્કેલી ભર્યું છે પરંતુ મોરબી વાસીઓએ સોશ્યલ મીડિયા થકી ભણેલા ગણેલા અભણ અને નીભર તંત્ર ના અધિકારીઓના કાન વિધવા અને ધ્યાન દોરવાના પ્રયત્નો શરૂ કર્યા છે જો કે આજે યુવાનો દ્વારા ખાડામાં ફસાઈ જતા વાહનોમાં રોડ વચ્ચે જ વૃક્ષ વાવી અનોખી રીતે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે જેમાં વેપારીઓ દ્વારા ખાડામાં વૃક્ષ વાવી અને વિરોધ કર્યો હતો જો કે જાડી ચામડી ના કલાસ વન અધિકારીઓ પણ આ બધી વાતોને રોજિંદી કામગીરી હોય એમ જાણે ધ્યાનમાં જ ન લેતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જો કે આ ખાડા ક્યારે બુરાય તે કહેવું અતિ મુશ્કેલી ભર્યું છે પરંતુ મોરબી વાસીઓએ પોતાના પ્રયત્ન કરી અને તંત્ર ના કાન વિધવા કમર કસી લીધી છે