મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા તાલુકાના બેલા ગામની સીમમાં રેન્જ સીરામીક સામે આવેલ સી.એન.જી પંપ નજીકથી જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા રવિભાઇ નીતીનભાઇ સોલંકી ઉવ-૨૧ રહે. માધાપર શેરી નંબર-૦૨ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, પોલીસે આરોપી પાસેથી રોકડા ૨૯૦/-તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.