Saturday, April 5, 2025
HomeGujaratહળવદ: છરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વીડિયો વાયરલ કરનાર બે ઇસમોને પોલીસે કાયદાનું ભાન...

હળવદ: છરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વીડિયો વાયરલ કરનાર બે ઇસમોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.

હળવદમાં જાહેરમાં છરી સાથે વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર બે ઇસમોને હળવદ પોલીસે શોધી તેની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં સોશ્યલ મીડીયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઇસમોનો છરી સાથે ઉતારેલ વિડીયો વાયરલ થયેલ હોય જેથી હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી વ્યાસ દ્વારા તપાસ કરાવતા વિડીયોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર રહેવાસીઓ તેમજ વિડીયો ઉતારેલ તે સ્થળ હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીચાનો હોવાનુ સામે આવ્યું હતું, હળવદ પોલીસ ટીમે તાત્કાલિક જરૂરી હકિકત મેળવી, વાયરલ વિડીયોમાં દેખાતા ઇસમોની ઓળખ મેળવી બન્ને આરોપી જીતેશભાઇ મનોજભાઇ કાનજીભાઇ રાઠોડ રહે.હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે તથા આરોપી કરણભાઇ બળદેવભાઇ સડલીયા રહે.હળવદ જી.આઇ.ડી.સી બાલાજી કારખાના પાસેવાળાને છરી સાથે દબોચી લઈ બન્ને આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!