ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ટંકારા પોલીસે પકડી પાડયા છે. જેમાં અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી/વોડકા બોટલો નંગ-૩૧૮ કિંમત રૂ. ૧,૨૪,૩૬૨/- તથા કીંગ ફીસર બીયર ટીન નંગ-૪૮ કિંમત રૂ. ૫,૫૬૨/- મળી કુલ કિંમત રૂ. ૧,૨૯,૯૩૦/- તથા ૨ મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/-મળી કુલ રૂ. ૭,૩૯,૯૩૦/- ના મુદામાલ સાથે પકડી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે…
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગે આગામી હોળી, ધુળેટીના તહેવાર અનુસંધાને રાજકોટ રેન્જમાં ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ ઇંગ્લીશ દારૂ, હથિયાર ધારાના કેશો શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગ તરફથી ઇંગ્લીશ દારૂની પ્રવૃત્તિ આચરતા ઇસમો પર વોચ રાખી ઇંગ્લીશ દારૂના વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપતા આજરોજ કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશને ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમી મળી કે, કાળા કલરની ક્રેટા કાર નંબર-GJ-07-DG-2192 વાળી નેકનામ તરફથી જોધપર ગામ તરફ આવનાર છે. જે કેટા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે રેઇડ કરતા બે આરોપી ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા અને કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલાને અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો જેમાં ગ્રીન લેબલ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૨ ની કિ.રૂ.૫૨,૫૬૨/-, 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૮ ની કિ.રૂ.૧૪,૪૦૦/-, ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૫૮ ની કિ.રૂ.૧૭,૪૦૦/-, વાઇટ લેક વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪ ની કિ.રૂ.૨૫,૨૦૦/-, ગ્લોબસ સ્પીરીટ ડ્રાઇ જીન વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૮ ની કિ.રૂ.૧૦,૮૦૦/-, મહારાણી મહાનસર લાઇફ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦ ની કિ.રૂ.૪૦૦૦/-, કીંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ૫૦૦ એમ.એલ. ટીન નંગ-૪૮ ની કિંમત રૂ. ૫,૫૬૮/-, કાળા કલરની ક્રેટા કાર નંબર- નંબર-GJ-07-DG-2192 કિ.રૂ. ૬,૦૦,૦૦૦/- તેમજ ૨ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૭,૩૯,૯૩૦/- નો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે વોન્ટેડ આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે… જેમાં lપોલીસ ઇન્સેકટર કે.એમ.છાસીયા, ASI ભાવેશભાઇ વરમોરા હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, જયપાલસિંહ, પોલીસ કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચર, પેકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, શૈલેષભાઇ ફેફર દ્રારા કામગીરી કરવામાં આવી છે.