Thursday, December 26, 2024
HomeGujaratટંકારા : સગીરાનું અપહરણ કરનાર આરોપીને પકડી પાડી ભોગ બનનારને શોધી કાઢતી...

ટંકારા : સગીરાનું અપહરણ કરનાર આરોપીને પકડી પાડી ભોગ બનનારને શોધી કાઢતી ટંકારા પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચનાથી અને ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ એચ. એન. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા માં નાસતા ફરતા આરોપીઓને પકડવા તથા સગીર વયનાં અપહરણ થયેલ બાળકોને શોધવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેસના ફરિયાદીની સાડા તેર વર્ષીય દીકરીને કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ ગયેલ હતો. આ કેસની તપાસ સી.પી.આઇ.-વાંકાનેર ચલાવતા હતા. આ દરમ્યાન પોલીસને મળેલ બાતમી આધારે ગુન્હોનો આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનિયા (રહે પુજારા ફળીયા બડી મિરયાવાડ, તા.ભાભરા, જી.અલીરાજપુર(એમ.પી)) અમરેલી જીલ્લાના મોણપર ગામે ખેતમજુરી કરે છે. જેના આધારે પોલીસ બાતમીવાળી જગ્યાએ જતા આરોપી મળી આવતા તેને ટંકારા પોલીસ સ્ટેશને લાવી હવાલે લીધેલ છે. તથા હાલમાં ચાલતા કોરોના વાયરસના લીધે પોલીસ સ્ટેશન ખાતે રાખવામા આવેલ છે. પોલીસે આ ગુનામાં ભોગ બનનારને પણ શોધી કાઢી મહિલા પોલીસ દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે. આમ, ટંકારા પોલીસ સ્ટેશનનો વણશોધાયેલ અપહરણના ગુન્હાના આરોપીને પકડી પાડી તથા ભોગ બનનારને પણ શોધી કાઢી સફળ કામગીરી કરેલ છે. તથા વધુ તપાસ સી.પી.આઇ.વાંકાનેર ચલાવે છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરી પીએસઆઈ બી.ડી.પરમાર , અના.એએસઆઈ ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ, પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. ખાલીદખાન સહિતનાઓ દ્વારા કરેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!