મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું તા.૨૮/૦૨/૨૦૨૧ રોજ મતદાન થનાર છે. ચૂંટણી પંચની સ્થાયી સુચનાઓ અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ વિધાનસભા બેઠક આજુબાજુના વિસ્તારોમાંથી એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલા ભરવા તેમજ ડ્રાય ડે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષીએ એક જાહેરનામું બહાર પાડેલ છે.
આ જાહેરનામાં અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તા.૨૬/૦૨/૨૦૨૧ ના સાંજના ૦૬:૦૦ કલાકથી તા.૨૮/૦૨/૨૦૨૧ સાંજના ૦૬:૦૦ કલાક સુધી તેમજ મતગણતરીનો દિવસ એટલે કે, તા.૦૨/૦૩/૨૦૨૧ નો દિવસ (આખો દિવસ) “ડ્રાય ડે” જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન તમામ પરવાનેદાર વિદેશી દારૂની દુકાનો (એફ.એલ.-૧ અને એફ.એલ.-૨) તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો (પોપી-૨ એએ અને પોપી-૨) એ ‘‘ડ્રાય ડે’’ના દિવસોએ દારૂ કે પોષ ડોડવાનું વેચાણ નહીં કરવા તેમજ દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.