માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટાઉનના વાડા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક શખ્સને રોકી તેની અંગ ઝડતી કરતા આરોપી સીરાજ કરીમભાઈ સંધવાણી ઉવ.૨૧ રહે. માળીયા(મી) વાડા વિસ્તાર વાળાના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ વાઈટ લેસ ઓરેન્જ ફ્લેવરની ૨ નંગ બોટલ કિ.રૂ.૧,૨૧૪ મળી આવી હતી, જેથી તુરંત આરોપીની અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.