Sunday, June 1, 2025
HomeGujaratહળવદ: જૂની અદાવતના ખારમાં યુવકને ઢીકાપાટુનો માર મારી બાઇકમાં નુકસાની કરતા ચાર...

હળવદ: જૂની અદાવતના ખારમાં યુવકને ઢીકાપાટુનો માર મારી બાઇકમાં નુકસાની કરતા ચાર સામે ફરિયાદ.

હળવદ તાલુકાના રાતાભેર ગામ નજીક રસ્તામાં બનેલ બનાવ અંગે અગાઉ થયેલ બબાલનો ખાર રાખી કારમાં આવેલ ચાર શખ્સો દ્વારા મોટરસાયકલમાં જતા યુવકને આંતરી ઢીકા પાટુનો માર મારી ધોકા વડે માર મારવામાં આવ્યો હતો, અને મોટરસાયકલમાં નુકસાની કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં આવેલ ચારેય શખ્સો નાસી ગયા હતા. ત્યારે ભોગબનનાર યુવક દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ તાલુકાના માથક ગામના રવિભાઈ રણછોડભાઈ સડાણીયા ઉવ.૨૧ની ફરિયાદ મુજબ, રવિભાઈને આરોપી નિખિલભાઈ રાજુભાઇ ગોહિલ રહે.માથક ગામ વાળાના ભાઈ સાથે અગાઉ માથાકુટ થયેલ હોય જે બાબતનો જુનો ખાર રાખી ફરીયાદી રવિભાઈ માથક ગામથી મોટર સાયકલ લઇને જતા હોય ત્યારે રાતાભેર ગામ જવાના રસ્તે આરોપી નિખિલભાઈ તથા વિશાલભાઈ તેમજ અજાણ્યા બે ઈસમો સહિત ચારેય આરોપીઓ મળી, હેરીયર ગાડીમા રવિભાઈની પાછળ જઈ ઉપરોક્ત સ્થળે રસ્તામા ફરીયાદીને ઉભો રખાવી ગાળો આપી હતી, જે બાદ રવિભાઈને ઢીકાપાટુનો માર મારી આરોપી નિખિલભાઈએ ફરીયાદીને પગમા ધોકાથી મારી મુંઢ ઇજાઓ કરી તેમજ રવિભાઈના મોટર સાયકલમા નુકશાની કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી, હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!