મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ હળવડ તાલુકાના ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. હળવદ પોલીસે ઈસમ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ કે બી ઝવેરી ને મોકલતા તેમના દ્વારા પાસા મંજૂર કરાતા ક્રાઇમ બ્રાન્ચ મોરબી દ્વારા આજરોજ અટકાયત કરી વડોદરા મઘ્યસ્થ જેલ ખાતે મોકલી દીધો છે.
પોલીસ અધિક્ષક મોરબીના રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીએ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિજયભાઇ જયંતીભાઇ અઘારા રહે.જુના દેવળીયા હળવદ તાલુકા વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે ઇસમની તાત્કાલિક અટકાયત કરવા માટે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ મોરબી સાથે પોલીસ ટીમ બનાવી વિજયભાઇ જયંતીભાઇ અઘારાને તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ પાસા એકટ હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબી તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી