Saturday, June 7, 2025
HomeGujaratમોરબી અગ્નિશમન શાખાની ફાયર ટ્રેનિંગ અને મોકડ્રીલ ઓપરેશન, ૧૩૦ બાળકોને પણ અપાઈ...

મોરબી અગ્નિશમન શાખાની ફાયર ટ્રેનિંગ અને મોકડ્રીલ ઓપરેશન, ૧૩૦ બાળકોને પણ અપાઈ ટ્રેનિંગ.

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તારીખ ૨૭ મે થી ૨ જૂન ૨૦૨૫ સુધી વિવિધ સ્થળોએ ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ, ડ્રિલ અને સેફટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સમર કેમ્પમાં ૧૩૦ બાળકો સહિત હોસ્પિટલ અને હોટલના ૫૨ કર્મચારીઓને તાલીમ અપાઈ હતી. સાથે જ ઓપરેશન શિલ્ડ અંતર્ગત ડ્રોન હુમલાની સફળ મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા હેઠળની અગ્નિશમન શાખા દ્વારા તા.૨૭ મે ૨૦૨૫ થી ૦૨ જૂન ૨૦૨૫ દરમિયાન ફાયર સેફટી અંગે વિવિધ સ્થળોએ જાગૃતિ અભિયાન અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત ૨ હોસ્પિટલોમાં ૧૫ સ્ટાફ તથા ૪ હોટલોમાં ૩૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શન અને ફાયર એક્શન પ્લાન અંગે તાલીમ આપવામાં આવી હતી. વિશેષરૂપે, મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે મોરબી જીલ્લાના પોલીસ વિભાગ દ્વારા આયોજિત સમર કેમ્પમાં ૧૩૦ બાળકોને ફાયર સલામતીની ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં બાળકોને આગ સમયે જીવ બચાવાની રીતો, ફાયર એક્સટીંગ્વીશરની સમજ અને ઈમરજન્સી કામગીરી અંગે માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત તા.૩૧ મે ૨૦૨૫ના રોજ “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોરબી જીલ્લાના ઇબીઝા સિરામિક વાંકાનેર હાઈવે ખાતે ડ્રોન હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસે સમયસર અને સફળતાપૂર્વક ભાગ લઈ ઈમરજન્સી રિસ્પોન્સ દર્શાવ્યો હતો. સાથે સાથે હોટલ, સમાજવાડી અને કોમ્પ્લેક્સ જેવી ઇમારતોનું ફાયર સેફટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બિલ્ડિંગ પાસે ફાયર NOC ન હોય તેમને નોટિસ ફટકારી અને ફાયર સુરક્ષાને લગતી માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી.

વધુમાં, આ સમયગાળામાં મોરબી શહેરમાં આગ લાગવાના ૫ બનાવો અને ૩ રેસ્ક્યુ કોલ્સ નોંધાયા હતા. જેમાં ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને અસરકારક ઇમરજન્સી સેવા આપી હતી. આ તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ લોકોમાં ફાયર સેફટી પ્રત્યે જાગૃતિ લાવવો, આગ સમયે કેવી રીતે બચવું તેની પ્રેક્ટિકલ સમજ આપવી અને કોઈ પણ ઘટના સમયે નાની દુર્ઘટનાઓને મોટી આપદામાં ફેરવાતા અટકાવવી છે.

આ સાથે કોઈપણ આગ કે ઇમરજન્સીની ઘટનામાં તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ ફાયર હેલ્પલાઇન ૧૦૧ માં સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!