મોરબી શહેરમાં બાઇક ચોરી થયાની વધુ એક ઘટનામાં સીરામીક કારખાને નોકરી ઉપર જઇ રહેલ યુવક ગાંધી ચોક નજીક શેરડીનો રસ પીવા ઉભો રહ્યો હતો, ત્યારે ત્યાં પાર્ક કરેલ મોટર સાયકલ કોઈ વાહન ચોર ઈસમ ઉઠાવી લઈ ગયો હતો, હાલ બાઇક ચોરીના બનાવ અંગે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો મુજબ, શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર દેવરત્ન એપાર્ટમેન્ટ-૮૦૩ માં રહેતા મૂળ લાલપુર જી. જામનગરના વતની સાગરભાઈ રસિકભાઈ સાપરીયા ઉવ.૩૬ કે જેઓ સીરામીક કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા હોય ત્યારે ગઈ તા.૦૩/૦૬ ના રોજ સાંજના હીરોહોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૫-જીઈ-૩૩૧૨ લઈને નોકરી ઉપર જતા હતા, ત્યારે ગાંધીચોક નજીક આવેલ શ્રીરામ રસમાં શેરડીનો રસ પીવો માટે ઉભા રહ્યા હતા, ત્યારે ઉપરોક્ત બાઇક ત્યાં પાર્ક કરી રસ પી પરત આવ્યા એટલી વારમાં કોઈ અજાણ્યા વાહન તસ્કર તેમનું મોટર સાયકલ ચોરી કરી લઈ ગયા હતા, ત્યારે સાગરભાઈએ નિયમાનુસાર પ્રથમ ઇ-એફઆઇઆર બાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં મોટર સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.