મોરબી શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૩ માં શંકાસ્પદ હાલતમાં થેલી લઈને ઉભેલ શખ્સને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની એક બોટલ કિ.રૂ.૬૯૬/-મળી આવી હતી, જેથી તુરંત આરોપી મનીષભાઈ મુકેશભાઈ મચ્છોયા ઉવ.૪૨ રહે. કામધેનુ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.