માળીયા(મી): મોરબી-કચ્છ હાઇવે ઉપર સ્વાગત પેટ્રોલ પંપ સામે રોડ ઉપર ટ્રક ચાલકે પોતાના વાહનને કોઈ આડસ કે સિગ્નલ રાખ્યા વગર રોડ ઉપર ઉભો રાખેલ હોય ત્યારે આ ટ્રકની પાછળ એકટીવા અથડાયું હતું, જે અકસ્માતમાં એકટીવા ચાલક વેપારીને માથાના ભાગે તેમજ ચહેરા અને હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી, સમગ્ર અકસ્માતના બનાવ અંગે માળીયા(મી) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ બીએનએસ અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) ભીમસર વાઢ અજમેરી હોટલ પાછળ રહેતા સમીરભાઈ વલીમહમદભાઈ જેડા ઉવ.૨૪ નામનો વેપારી યુવક ગઈ તા.૨૯/૦૪ ના રોજ એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-એક્યુ-૧૧૫૭ વાળું લઈને માળીયા ત્રણ રસ્તા નજીક જઈ રહ્યા હોય ત્યારે કચ્છ-મોરબી નેશનલ હાઇવે ઉપર રેલ્વે ઓવરબ્રિજને ચડવાના ઢાળીયે ટ્રક રજી.નં. જીજે-૩૯-ટીએ-૧૧૨૪ના ચાલકે પોતાનો ટ્રક હાઇવે ઉપર આવન જાવન કરતા વાહનોને નડતરરૂપ થાય તથા કોઈપણ પ્રકારના સિગ્નલ કે આડસ રાખ્યા વિના રોડ ઉપર ટ્રક ઉભો રાખ્યો હોય, જેથી સમીરભાઈ પોતાના એકટીવા સાથે ઉપરોક્ત ટ્રકના પાછળના ભાગે અથડાયા હતા, જે અક્ષણતમાં સમીરભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, સમીરભાઈને બેભાન હાલતમાં પ્રથમ માળીયા(મી) સરકારી હોસ્પિટલ બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સમીરભાઈને માથામાં હેમરેજ તથા આંખ નીચે તથા હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ સારવાર ચાલુ હતી. હાલ એકટીવા ચાલક સમીરભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.