Sunday, June 8, 2025
HomeGujaratમોરબી: પંચાસર ગામે ઘર પાસે ઢોળાયેલ પથ્થર-માટી સાફ કરવાનું કહેતા યુવકને જાતી...

મોરબી: પંચાસર ગામે ઘર પાસે ઢોળાયેલ પથ્થર-માટી સાફ કરવાનું કહેતા યુવકને જાતી પ્રત્યે હડધૂત કરી ફડાકા ઝીકયા.

મોરબીના પંચાસર ગામથી થારી ગામ જવાના રોડનું કામ ચાલુ હોય જે માટે ટ્રેક્ટરમાં પથ્થર-માટી ભરી ત્યાં જતા હોય ત્યારે તે પથ્થર અને માટી ઘર પાસે મુખ્ય રોડ ઉપર ઢોળાતા હોય જેથી ફરિયાદીએ આની સફાઈનું કહેતા તેમને જાતિ પ્રત્યે હડધૂત કરી કાન અને માથામાં ફડાકા ઝીંકી દીધા હતા, ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વસંતભાઈ ગલાભાઈ દાનાભાઈ ટુંડીયા ઉવ.૩૯ એ પોતાના ઘરની સામેના મુખ્ય રસ્તા પર ટ્રેક્ટર ચલકોએ માટી પથ્થર ઢોળી દેતા તે બાબતે ટ્રેક્ટર માલિક થાવરભાઇ સાથે ફોન પર વાત કરી અને રસ્તો સાફ કરાવવા વિનંતી કરી હતી. થાવરભાઇએ તે માટે સહમતી આપી હતી. જે બાદ બાદ રાત્રે આશરે ૮ વાગ્યે ગામના બલભદ્રસિંહ ઉર્ફે પીન્ટુ ઝાલાએ ફોન કરીને ટ્રેક્ટરની માટી સફાઈ માટે ગુસ્સામાં વાત કરી હતી, જે બાદમાં કેટલાક લોકો સાથે તેમના ઘરે પહોંચી, જ્યાં ચર્ચા વચ્ચે પીન્ટુભાઈ ઝાલાએ ઉશ્કેરાઇ જઈ વસંતભાઈને ગાળો આપી, જાતિ અંગે અપમાનીત કરી માથાના ભાગે તેમજ કાન ઉપર ઝાપટો મારી, પાટુ વડે માર માર્યો હતો. જે બાદ વસંતભાઈને કાનમાં અને માથામાં દુખાવો થતો હોય જેથી ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. ત્યારે સારવાર લીધા બાદ વસંતભાઈએ આરોપી બલભન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ ઝાલા રહે.પંચાસર ગામ વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત સહિતની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!