માળીયા(મી) વાધરવા રેલવે લાઇન નજીક વિરમગામ તાલુકાના પ્રૌઢ કે જે માનસિક બીમારીથી પીડાતા હોય, જેથી તેઓ રેલવે ટ્રેક ઉપર ચાલતા હતા ત્યારે ટ્રેઇન હડફેટે આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, ખોડાભાઈ દેવાભાઈ સેનવા ઉવ.૫૧ રહે. સેનવા વાસ થોરી થાભા ગામ તા. વિરમગામ જી.અમદાવાદ વાળા છેલ્લા બે માસથી માનસિક બીમારીથી પીડાતા હતા. ત્યારે બે-એક દિવસ અગાઉ તેઓ ઘરમાંથી કોઈને કંઈપણ જાણ કર્યા વિના નીકળી ગયા હતા. જે દરમિયાન રાત્રિના સમયે તેઓ માળીયા(મી)ના વાધરવા રેલવે લાઇન ૬૯૯/૧૬ કિમિ. રેલવે પાટા પર ચાલતા જતા હતા તે દરમિયાન ટ્રેનની અડફેટે આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે