Sunday, June 15, 2025
HomeGujaratમોરબીની મહેંદ્રનગર ચોકડી અવરબ્રીજ પાસેથી અર્ટીકા કારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકને...

મોરબીની મહેંદ્રનગર ચોકડી અવરબ્રીજ પાસેથી અર્ટીકા કારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી લેતી એલસીબી

લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબીએ મોરબી મહેંદ્રનગર ચોકડી અવરબ્રીજ પાસેથી અર્ટીકા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ૪૦ નંગ કિંમત રૂ.૫૯,૦૦૦/- , બિયર ટીન નંગ-૧૮ કિંમત રૂ. ૩૭૮૦/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૪.૬૨.૭૮૦/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીને સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કામગીરી માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના ASI હિતેંદ્રસિંહ ચુડાસમા, સુરેશભાઇ હુંબલ, PC દશરથસિંહ પરમાર, આશીફભાઈ ચાકીયાને ખાનગી બાતમી મળી કે, એક સફેદ કલરની અર્ટીકા કાર રજી.નં GJ-36-AF-0562 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ હળવદ તરફથી મોરબી તરફ આવે છે. જે બાતમીના આધારે ફોર વ્હીલ કારની વોચમાં મહેંદ્રનગર ચોકડી અવરબ્રીજ થી કંડલા બાયપાસ તરફ જવાના રસ્તે રોડ ઉપર વોચ ગોઠવી તે દરમિયાન ઓલ સીઝન ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો ૧૦ નંગ કિંમત રૂ. ૧૪,૦૦૦/, રોયલ સ્ટગ સુપીરીયલ્સ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૦ ની કિંમત રૂ. ૪૫,૦૦૦/, બડવાઇઝર મેગ્નમ બિયર ટીન ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ- ૧૮ કિ.રૂ. ૩૭૮૦/- મળી કિંમત.રૂ. ૬૨,૭,૮૦/-નો મુદામાલ તેમજ અર્ટીકા કાર રજી.નં. GJ-36-AF-0562 કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ ૪,૬૨,૭૮૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી જયદીપભાઇ બેચરભાઇ ચાંઉને ફોર વ્હીલ કાર સાથે મળી આવતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પૂછપરછ દરમિયાન મુબારક સંધી રહે. જોગાસર ધાંગધ્રા વાળાની નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન. પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી, PSI બી.ડી.ભટ્ટ એલ.સી.બી.મોરબી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!