મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ૧૮ વર્ષથી વધુ ઉંમરના બહેનો માટે તા. ૨૪/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ સનાળા રોડ પર આવેલ ફિઝિયો ફીટ જિમ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા થનાર પ્રથમ ત્રણ બહેનોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધા રાખવામાં આવી છે. જે સ્પર્ધામાં ૧૮ વર્ષથી ઉપરની દરેક મહિલાઓ ભાગ લઈ શકશે. નિર્ધારિત સમયમાં સચોટ રીતે સૌથી વધારે સૂર્ય નમસ્કાર કરનાર વિજેતા મહિલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ ત્રણ ક્રમાંક લાવનાર વિજેતાઓને ફિઝિયો ફિટ જિમ તરફથી એક મહિનાની જિમ મેમ્બરશીપ તદ્દન ફ્રી માં આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ- પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં વધારે ને વધારે સંખ્યામાં ભાગ લેવા માટે મોરબી શહેરની સ્વાસ્થ્ય પ્રેમી બહેનોને પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તેમજ સમગ્ર મોરબી ઇન્ડિયન લાયોનેસ ટીમ વતી આહવાન કરવામાં આવ્યું છે.તા. ૨૪ જૂન ૨૦૨૫ મંગળવારના રોજ મોરબીના સનાળા રોડ વોડાફોન ઓફીસની ઉપર ફિઝિયો ફિટ જિમ ખાતે સાંજે ૪:૦૦ વાગ્યાથી સ્પર્ધા યોજવામા આવશે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવાનું હોય જેના રજિસ્ટ્રેશન માટે પ્રીતિબેન દેસાઈ- ૯૩૨૮૯ ૭૦૪૯૯, હીનાબેન પરમાર- ૯૮૨૫૯ ૩૦૧૫૬, સાધનાબેન ઘોડાસરા ૭૯૮૪૨ ૬૧૫૯૯, મનિષાબેન ગણાત્રા ૮૨૩૮૨ ૮૨૪૨૦ અને પુનમબેન હિરાણી ૯૯૭૯૫ ૭૪૧૪૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.