હળવદ- માળીયા હાઇવે રોડ ઉપર સરા ચોકડી નજીકથી સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૨૪-વાય-૦૧૪૭ માં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૦ બોટલ કિ.રૂ. ૫૧,૬૦૦/- લઈને નીકળેલ આરોપી અજિતકુમાર કાળુભાઇ ઓણેસા ઉવ.૨૮ રહે. પીપળી તા.દસાડા પાટડી જી.સુ.નગર તથા આરોપી અરમાન ઈકબાલભાઈ જુણેજા ઉવ.૨૧ રહે. મોરબી રણછોડનગર વાળાની હળવદ પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે વિદેશી દારૂ તથા સીએનજી રીક્ષા સહિત ૧,૫૧,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈને બન્ને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.