મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામમાં રહેતા કાંતિભાઈ મેરુભાઈ ઝાલા ઉવ.૩૬ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાં પીવાનો દેશી દારૂ બનાવે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત મકાનમાં રેઇડ કરતા, જ્યાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૪૦ લીટર, દેશી દારૂ ૬ લીટર તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ ૪,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે આરોપી કાંતિભાઈ મેરુભાઈ ઝાલા રેઇડ દરમિયાન હાજર મળી આવતા, તેની અટક કરી આગળની તપાસ ચલાવી છે.