Thursday, June 26, 2025
HomeGujaratમોરબી:લક્ષ્મીનગર ગ્રામ પંચાયતને મળ્યા મોરબી જીલ્લાના સૌથી નાની વયના મહિલા યુવા સરપંચ

મોરબી:લક્ષ્મીનગર ગ્રામ પંચાયતને મળ્યા મોરબી જીલ્લાના સૌથી નાની વયના મહિલા યુવા સરપંચ

મોરબી જીલ્લાની લક્ષ્મીનગર ગ્રામ પંચાયતની ચુટણી જીલ્લામાં રસપ્રદ બની રહી હતી અને સૌની નજર પરિણામ પર હતી જેનિ ખાસિયતની વાત કરીએ તો ગામમાં એકમાત્ર પરિવાર ધરાવતા મુસ્લીમ ઉમેદવાર હતા જયારે ગામની મુખ્ય વસ્તી પાટીદાર, દલીત, કોલી, દેવીપુજક સમાજની બહુમતી હતી, પણ ગામલોકોએ મુસ્લીમ સ્વછ્છ છબી ધરાવતા અને એજ્યુકેશન પરીવારને પ્રાધાન્ય આપીને મોરબી જીલ્લાના સૌથી નાની વયના સરપંચ સમીમબેન સિકંદરભાઇ સુમરા તરફી બહુમતીથી મતદાન કરીને જીતનો કળશ મુસ્લીમ ઉમેદવાર ને સોપ્યો હતો અને ગામમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવવામાં લક્ષ્મીનગરના ગ્રામજનો તથા આગેવાનો સફળ રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

સમીમબેન સાથે મોરબી મીરરે વાત કરતા સમીમબેન સુમરાએ જણાવ્યુ હતુ કે લક્ષ્મીનગરના ગ્રામજનોએ જે મતરૂપી આશીષ આપીને મારા પર વિશ્ર્વાસ દાખવ્યો છે તેના બદલામા હુ આવનાર પાંચ વર્ષમાં ગામમાં શહેરને સુવિધાઓ મલે એ મુજબ શિક્ષણ, આરોગ્ય, અને ગામલોકોને સાથે રાખીને રોજગારી માટે યોગ્ય દિશામાં કામ કરીશ, ગામમાં બેંક, ઉચ્ચ અભ્યાસ માટેની સ્કુલ, કોલેજ, હોસ્પીટલની સુવિધા સહેલાયથી મલે એ માટે નિષ્ઠા પુર્વક મારી કામગીરી રહેશે.

આમતો રાજનિતી વારસાઈમાં મલી છે, મુળ નાનાભેલા ગામના વતની સમીમબેન સુમરાના કાકા કાસમ સુમરા મોરબી જીલ્લા રાજનિતીમાં સક્રીય ભુમિકા ભજવી ચુકયા છે જેઓ ગ્રામ પંચાયત, મોરબી જીલ્લા પંચાયત અને વિધાનસભાની ચુટણી લડી ચુકયા છે.

લક્ષ્મીનગર એકમાત્ર મુસ્લીમ પરિવાર હોવા છતા સમીમબેનને ગ્રામ પંચાયતની ચુટણી લડવા કાકા એવા કાસમ સુમરાએ પ્રેરણા પુરી પાડી હતી, અને પ્રચાર પ્રસાર મા કાસમ સુમરાએ મુખ્ય ભુમીકા નિભાવી દિકરી સમીમબેનને મોરબી જીલ્લાના સૌથી નાની વયના સરપંચની ખ્યાતી અપાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!