Thursday, June 26, 2025
HomeGujaratમોરબીના વાવડી રોડ ઉપર શ્રીહરી પાર્કમાં જુગાર ખેલતા સાત મહિલા સહિત આઠ...

મોરબીના વાવડી રોડ ઉપર શ્રીહરી પાર્કમાં જુગાર ખેલતા સાત મહિલા સહિત આઠ ઝડપાયા.

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ શ્રીહરી પાર્ક ખાતે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા સાત મહિલા સહિત આઠ જુગારીઓને રોકડા રૂ.૧૬,૧૦૦/- સાથે સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, સીટી એ ડિવિઝન પોલીસ ટીમ વાવડી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને બાતમી મળી કે કબીર આશ્રમ પાછળ આવેલ શ્રીહરી પાર્કમાં અમુક ઈસમો જુગાર રમતા હોય, જેથી તુરંત શ્રીહરી પાર્કમાં રેઇડ કરી હતી, જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા અલ્ફાજભાઈ અલ્તાફભાઈ કુરેશી ઉવ.૨૬ વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં.૨ મોરબી, સમાબેન સફીભાઇ તારમાદમભાઈ જીંદાણીસ ઉવ.૪૨ ક્રિષ્ના પાર્ક શેરી નં.૪ ભાડાના મકાનમાં વાવડી રોડ મોરબી, રમીલાબેન રમેસભાઈ પંચાસરીયા ઉવ.૫૦ વાવડી રોડ ધર્મરાજ સોસાયટી મોરબી, ભાવનાબા ભરતસિંહ જાડેજા ઉવ.૩૦ સોમીયા સોસાયટી વાવડી રોડ મોરબી, રંજનબા ભરતસિંહ જાડેજા ઉવ.૩૮ સામાકાઠે શિવ પાર્ક સોસાયટી મોરબી, મીનાબેન કાનજીભાઈ ભીમાભાઈ ખટાણા ઉવ.૩૮ શ્રીહરી સોસાયટી વાવડી રોડ મોરબી, પુજાબેન લાભુભાઈ ઠાકુર ઉવ.૨૬ શ્રીહરી સોસાયટી વાવડી રોડ મોરબી તથા કલ્પનાબેન અંબારામભાઈ ઠાકરશીભાઈ ગોપાણી ઉવ.૫૫ નાની વાવડી શ્રીહરી સોસાયટી મોરબી વાળાને રોકડા રૂ.૧૬,૧૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવી સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!