Thursday, June 26, 2025
HomeGujaratહળવદ: માળીયા હાઇવે ઉપર એમ્બ્યુલન્સનો ચાલક પીધેલી હાલતમાં પકડાયો.

હળવદ: માળીયા હાઇવે ઉપર એમ્બ્યુલન્સનો ચાલક પીધેલી હાલતમાં પકડાયો.

હળવદ-માળીયા હાઇવે સરા ચોકડી નજીક એમ્બ્યુલન્સ વાહનનો ચાલક નશો કરેલી હાલતમાં મળી આવતા, હળવદ પોલીસે આરોપીની અટક કરી એમ્બ્યુલન્સ વાહન કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ-માળીયા હાઇવે સરા ચોકડી નજીક નવનીત ગેરેજ સામે હોય ત્યારે ધ્રાંગધ્રા તરફથી આવતી ટાટા વિંગર બસ(એમ્બ્યુલન્સ) રજી.નં. જીજે-૦૧-એચટી-૬૩૯૦નો ચાલક આ એમ્બ્યુલન્સ રોડ ઉપર સર્પાકાર રીતે ચલાવતો હોય જેથી હળવદ પોલીસે તેને રોકી, ચાલકની તપાસ કરતા, એમ્બ્યુલન્સનો ચાલક નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી તુરંત એમ્બ્યુલન્સ ચાલક આરોપી પારસભાઈ પ્રવીણભાઈ છેડા ઉવ.૨૬ રહે.સામખીયાળી તા.ભચાઉ કચ્છ વાળાની અટક કરી ટાટા વિંગર બસ કિ.રૂ.૫ લાખ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!