માળીયા(મી)માં પતિએ એકદમ ઉશ્કેરાઈને તેની પત્નીને બેફામ ઢીકાપાટુનો માર મારી, છરી વડે બંને હાથમાં અને ગળાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે માળીયા(મી)માં પ્રાથમીક સારવાર લઈ વધુ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મેળવ્યા બાદ, પત્નીએ માળીયા(મી) પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) રાયસંગપરની ગોળાઈ પાસે સંધવાણીની વાડી પાસે રહેતા આશાબાઈ યાશીનભાઈ જામ ઉવ.૨૮ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી પતિ યાશીનભાઈ જુસબભાઈ જામ ઉવ.૩૫ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૨૫/૦૬ ના રોજ રાત્રીના ૮ વાગ્યાના અરસામાં આશાબાઈ અને તેના બાળકો અને પતિ યાસીનભાઈ ઘરે હતા, ત્યારે આશાબાઈના પતિ તેની સાથે ઝઘડો કરી ગાળો બોલતા હતા, જેથી ગાળો આપવાની ના પાડતા, આરોપી યાશીનભાઈ એકદમ ઉશ્કેરાઈને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા, અને બાદમાં પોતાના પાસે રહેલ છરી વડે આશાબાઈને બંને હાથને કાંડા પાસે અને ગળા પાસે ઇજાઓ પહોંચાડી હતી, તે દરમિયાન આશાબાઈના સાસુ-સસરા આવી જતા, આશાબાઈ વધુ મારથી છૂટી પોલીસ મથકે પહોંચી હતી, જ્યાંથી સારવાર માટે પ્રથમ માળીયા(મી) બાદ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવી હતી, જ્યાં હાથમાં ટાંકા આવેલ બાદ આશાબાઈએ તેના પતિ આરોપી યાશીનભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.