ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઢોળા વાળા રસ્તે ગાયત્રીનગર નજીક એકટીવા રજી.નં. જીજે-૩૬-એબી-૫૫૩૬ માં ટુબર્ગ સ્ટ્રોંગ બિયરના ૪ ટીન કિ.રૂ.૪૬૩/-સાથે આરોપી પ્રવિણભાઇ કરણાભાઇ મોરી ઉવ.૨૭ રહે.ટંકારા ત્રણહાટડી શેરીમાં, સિંકદરભાઇ હસનભાઇ મોઢીયા ઉવ.૩૮ રહે. ટંકારા મઢવારી શેરી વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે એકટીવા કિ.રૂ.૩૦ હજાર સહિત ૩૦,૪૩૬/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.