Saturday, June 28, 2025
HomeGujaratહળવદ તાલુકા પોલીસે ઢવાણા ગામની સીમમાંથી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા

હળવદ તાલુકા પોલીસે ઢવાણા ગામની સીમમાંથી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઢવાણા ગામની સીમમાં જુગાર રમતા ૦૪ આરોપીને પકડી પાડયા છે. પોલીસે મળેલ બાતમીના આધારે રેઇડ કરી ચાર ઇસમોને રોકડ રૂપિયા ૧૨,૪૦૦/-, ૫ મોટર સાયકલ કિંમત રૂ. ના ૧,૧૨,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેર વિભાગ એસ.એચ.સારડાએ પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપી હતી. ત્યારે હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. તે દરમિયાન બાતમીને આધારે ઢવાણા ગામની સીમમાં રેઇડ કરી જુગાર રમતા રસીકભાઇ ઉર્ફે ભેણીયો મોહનભાઇ તલસાણીયા, અશોકભાઇ ઉર્ફે વીજળી ઓઘડભાઇ સારદીયા, રસીકભાઇ ઉર્ફે ગીધો વેલાભાઈ દુધરેજીયા અને ધીરૂભાઇ બચુભાઇ સોરઠીયાને પકડી રોકડ રકમ રૂ.૧૨,૪૦૦/- કબ્જે કર્યા છે. જ્યારે અન્ય પાંચ મોટર સાયકલ કબ્જે કરી કુલ ૧,૧૨,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી મોટર સાયકલના માલિકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. જેમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન, એ.એસ.આઇ અજીતસિંહ નટુભા સિસોદીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મ દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, સાગરભાઇ ડાયાભાઇ કુરીયા, વનરાજસિંહ માવુભા રાઠોડ, સંજયભાઇ મનજીભાઇ લકુમ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!