Monday, June 30, 2025
HomeGujaratમોરબી: મહેન્દ્રનગર ચોકડી નજીક મુન સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી.

મોરબી: મહેન્દ્રનગર ચોકડી નજીક મુન સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી.

મોરબીમાં જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર મુન સ્પાના સંચાલક સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આખી છે, જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા, સ્પા સંચાલકની અટક કરી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુફહ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જાહેરનામા અંગે તપાસની કામગીરીમાં મહેન્દ્રનગર ચોકડી પાસેના સુપર માર્કેટ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે ચાલતા મુન સ્પામાં તપાસ હાથ ધરી હતી, જ્યાં સ્પામાં કામ કરતી વર્કરોના બાયોડેટાની નોંધણી પોલીસ મથકમાં નહિ કરાવ્યા અંગેનું સામે આવતા તુરંત સ્પા સંચાલક આરોપી પુર્ણેન્દુ તરૂણભાઈ અધીકારી ઉવ. ૩૦ રહે.હાલ મોરબી લાભનગર-૧ એ-૧૧ વેજીટેબલ રોડ મૂળ વતન મહીશઘાટા ખપુત પશ્ચિમ બંગાળ વાળાની અટક કરી તેની વિરુદ્ધ બીએનએસ ૨૨૩ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!