મોરબી તાલુકાના લીલાપર ચોકડી થી નવાગામ તરફ જવાના રસ્તે આવેલ સ્પેનિયા કારખાનાની લેબર ઓરડીમાં રહેતા મૂળ ઝારખંડના વતની રાધારાની રામ દેવ ટુડુ હેમરમ ઉવ.૨૧ એ સ્પેનિયા સીરામીકની લેબર ઓરડીમાં કોઈ કારણોસર પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે બનાવ અંગે મૃતકના પતિ રામ દેવ ટુડુ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી, મૃતકની ડેડબોડી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, બીજીબાજુ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે