વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ અ.મોતની નોંધની મળતી વિગત મુજબ, વાંકાનેરમાં આવેલ લાલપર શાહ સીરામીકમાં રહેતા શ્રમિક પરિવારની ૧૨ વર્ષીય દીકરી સંજુબેન અમરસિંહ રાદુભાઇ ડામોર એ કોઈ અકળ કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પરિવારજનો મૃતકની ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, વાંકાનેર સીટી પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી જઈ આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે, હાલ સીટી પોલીસે અ.મોતની એન્ટ્રી કરી છે.