Wednesday, August 12, 2026
HomeGujaratમોરબી: ફેક્ટરીમાં બેલ્ટમાં આવી જતા શ્રમિક મહિલાનું મોત

મોરબી: ફેક્ટરીમાં બેલ્ટમાં આવી જતા શ્રમિક મહિલાનું મોત

મોરબીમાં સનસીટી સીરામીકની અંદર આવેલી ઉમીયા મીનરલ ફેક્ટરીમાં રાત્રિના સમયે ચાલુ કામ દરમિયાન શ્રમિક મહિલા મશીનના બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજાઓથી તેનું મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીની શક્તિ ચેમ્બર પાછળ સનસીટી સીરામીકની અંદર આવેલી ઉમીયા મીનરલ ફેક્ટરીમાં ગઈકાલ તા.૧૧ ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે ૩ વાગ્યે ચંદાબેન ભુરાભાઈ પાન ઉવ.૩૦ ચાલુ કામ દરમિયાન મશીનના બેલ્ટમાં આવી ગયા હતા. બનાવ બાદ તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!