વાંકાનેર નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વસંમતિથી નક્કી કરીને પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે બે નામ ભાજપના સ્થાનિક આગેવાનોને આપવમાં આવ્યા હતા જે પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા હતા જોકે તે બંન્ને નામ પર કાપ મૂકી અને જે લોકોની પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે દાવેદારી ન હતી તેના નામના મેન્ડેડ આવે તેવી શક્યતા જણાતા ભાજપના ચુંટાયેલા ૨૪ સદસ્યોમાંથી કુલ મળીને ૧૬ જેટલા ચૂંટાયેલા સભ્યો દ્વારા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને ભાજપ પક્ષમાંથી રાજીનામા આપી દેવામાં આવ્યા છે જેને લઈને ભાજપમાં હાલ ભડકો થયો છે જો આ ઊંડાણ પૂર્વક વિગત જોવા જઈએ તો વાંકાનેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલ્યો આવે છે ત્યારે આવતીકાલે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી થવાની છે જેને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલતો વિવાદ સપાટી પર આવ્યો છે જેમાં સામાન્ય રીતે જીતેલા સભ્યો દ્વારા જ સર્વસંમતિથી નક્કી કરીને નામ આપવામાં આવે તો તે નામને મોવડી મંડળ દ્વારા જાહેર કરાય છે જોકે વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા ૨૮ સભ્યો છે જેમાં ૨૪ સભ્યો ભાજપના અને ચાર સભ્યો બીએસપીના એમ કુલ ૨૮ સભ્યોએ સર્વસંમતિથી બે નામ લખીને મોકલ્યા હતા જેમાં પ્રમુખ માટે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ માટે ધર્મેન્દ્રસિંહ ગેલૂભા જાડેજાનું નામ નક્કી કરીને મોકલવામાં આવ્યા હોવા છતાં ભાજપના મોવડી મંડળ દ્વારા આ બન્ને નામોને કાપતા વાંકાનેર ના ભાજપના ચૂંટાયેલા સભ્યો નારાજ થયા હતા ત્યારે વાંકાનેર શહેર ભાજપ દિનુબહુ વ્યાસને ભાજપના ચુંટાયેલા કુલ મળીને ૨૪ સભ્યોમાંથી ૧૬ સભ્યોએ ભાજપ માંથી છેડો ફાડવા લેખિત આપ્યું ચવા તો બીજી બાજુ આવતીકાલે 16 માર્ચ 2021 ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે એક દીવસ પહેલા જ 16 સભ્યોએ રાજીનામા આપી દેતાં હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે ત્યારે આવતીકાલે શુ ભાજપની સત્તા રહેશે કે પછી અન્ય પક્ષ સત્તામાં આવશે એ આગામી સમય જ બતાવશે.