મોરબી શહેરના ભડિયાદ રોડ નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી અફઝલભાઈ ઉર્ફે જલો અકબરભાઈ સમા ઉવ.૨૮ રહે. સો ઓરડી શેરી નં.૬ મોરબી-૨ વાળાને મોરબી બી ડિવિઝન પોલીસે રોકડા રૂ.૧,૦૦૦/-તથા વર્લી મટકા ના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









