શનાળા બાયપાસ નજીક એપાર્ટમેન્ટમાં ઝેરી દવા પીને મહિલાનો આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિદાબેન હરેન્દ્રભાઈ મહેતા (ઉ.૬૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
લક્ષ્મીનગર ગામની સીમમાં હિન્દુસ્તાન પેટ્રોલપંપના બાથરૂમમાં લીકવીડ પી લીધેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં જડેશ્વર મહાદેવ મંદિરની સામે પટેલ પાર્કમાં રહેતા હર્ષિદાબેન મહેશભાઈ ખેતીયા મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં કંડલા નેશનલ હાઈવે રોડ હિન્દુસ્તાન પેટ્રોલપંપના બાથરૂમમાં લીક્વીડ પી જતાં તેને જામનગર જી. જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમ્યાન હર્ષિદાબેનનું મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.