મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના બસ સ્ટેન્ડ વાળી સંગેરીમાં જાહેર રોડ ઉપર વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી અસરફખાન હફીઝજુલાખાન પઠાણ ઉવ.૨૧ રહે.સિપાઈ વાસ માતમ ચોક મોરબી વાળાને રોકડા રૂ.૬૫૦/- તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે રંગેહ5હ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હવઠાલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









