Sunday, February 1, 2026
HomeGujaratમોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ચાલક નશો કરેલ હાલતમાં ૬ નંગ બિયર...

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ચાલક નશો કરેલ હાલતમાં ૬ નંગ બિયર સાથે પકડાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભક્તિનગર સર્કલ નજીક મારુતિ સુઝુકીની સિયાઝ કાર રજી.ન. જીજે-૧૨-ઈઈ-૦૬૦૧ સર્પાકાર ચલાવીને આવતા આરોપી હરેશભાઇ નરશીભાઈ દેવાયતકા ઉવ.૩૩ રહે. રાજકોટ સેટેલાઇટ ચોક રાજ રેસિડેન્સી વાળાને રોકી તપાસ કરતા, કાર ચાલક નશો કરેલ હાલતમાં હતો, ત્યારે કારની તલાસી લેતા તેમાંથી કિંગફિશર બિયરના ૬ ટીન કિ.રૂ.૭૨૦/- મળી આવતા, પોલીસે કાર તથા બિયરના ટીન સહિતના મુદ્દામાલ સાથે આરોપી હરેશભાઈની અટક કરી હતી. જ્યારે પ્રાથમિક પૂછતાછમાં આ બિયરનો જથ્થો વેચાણ અર્થે શકત શનાળા ગામના મહાવીરસિંહ ઝાલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. ત્યારે હાલ સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!