ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર આવેલ દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહનની સર્વિસ કરાવવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી સાથે સર્વિસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. આ મામલે સર્વિસ સ્ટેશનના માલીકની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર આવેલ દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં ગત તા.૩૦/૦૧ના રોજ રાત્રિના સમયે વાહન સર્વિસ કરાવવા બાબતે બોલાચાલી ઝઘડાનો બનાવ બન્યો હતો. જેમાં દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનના માલીક
ફરીયાદી આરિફભાઈ હાશમભાઈ અબરાણી ઉવ.૩૫ રહે. ટંકારા મોરબી નાકાની બાજુમાંએ ટંકારા પોલીસ મથકમાં આરોપી કાસમભાઈ ઇબ્રાહિમભાઈ આમરોણીયા રહે.ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીની માલિકીની દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં આરોપી કાસમભાઈ આમરોણીયા દ્વારા ત્યાં કામ કરતા મજૂરો સાથે સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. જે બાદ આરોપીએ બોલાચાલી દરમિયાન બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સર્વિસ સ્ટેશનમાં રહેલ નળી, ડોલ, ઇલેક્ટ્રિક બોર્ડ તથા અન્ય સામાનની તોડફોડ કરી, શટર ઉપર લોખંડના પાઇપથી માર મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









