Wednesday, October 14, 2026
HomeGujaratમોરબી એલસીબીએ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને દબોચ્યા

મોરબી એલસીબીએ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને દબોચ્યા

સરહદી રેન્જ આઈજીની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત વાંકાનેરના બે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લીધા.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે હાથ ધરાયેલી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સિસ અને બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ફરાર સલીમ ઉર્ફે સાલો બાબુભાઈ વિકીયાણી ઉવ.૩૮, રહે. સરાયા (સાવડી) તા. ટંકારા વાળાને વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

જ્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અન્ય ગુનામાં ફરાર વિશાલભાઈ ભીખુભાઈ ઓળકીયા ઉવ.૨૫ રહે. ઝીંઝુડા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાને મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વધાસિયા ટોલનાકા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!