મોરબી શહેરના માધાપર વિસ્તારમાં શેરી નં.૨ માંથી શંકાસ્પદ હાલતમાં એકટીવા રજી.નં. જીજે-૩૬-એએસ-૦૦૧૫ લઈને નીકળેલ શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે રોકી તલાસી લેતા, એકટીવાની ડેકીમાંથી વિદેશી દારૂ બ્લેક જેગવાર રમની ૧૮૦મીલી.ની ૪ બોટલ કિ.રૂ.૧,૨૦૦/-મળી આવી હતી. જેથી તુરંત આરોપી ચિરાગભાઈ જગદીશભાઈ ગાંધી રહે. માધાપર શેરી નં.૨ મોરબી વાળાની અટક કરી હતી. આ સાથે પોલીસે એકટીવા સહિત રૂ.૧,૦૧,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠસલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









