Tuesday, February 3, 2026
HomeGujaratહળવદના રણમલપુરમાં ખેડૂતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

હળવદના રણમલપુરમાં ખેડૂતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા ખેડૂતે હાથ ઉછીના લીધેલા રૂપિયા બાબતે પત્નીએ આપેલ ઠપકાનું મનમાં લાગી આવતા, ખેડૂતે ઝેરી દવા પી લીધી હતી. ત્યારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના રણમલપુર ગામે રહેતા દિલીપભાઈ હરજીભાઈ વરમોરા ઉવ.૫૨એ પોતે દોઢ લાખ રૂપીયા હાથ ઉછીના લીધેલ હોય જેથી તેમના પત્નીએ તેમને કહેલ કે કેમ હાથ ઉછીના પૈસા લીધા ? અને કોને આપ્યા છે ? તેવુ કહેતા દિલીપભાઈને મનમાં લાગી આવતા ગઈ તા.૨૧/૦૧/૨૦૨૬ ના સાંજના છએક વાગ્યે પોતે પોતાની મેળે વાડીએ ઝેરી દવા પી લેતા પ્રથમ સારવાર ધ્રાગંધ્રા જીંદગી હોસ્પીટલ બાદ વધુ સારવારમાં સુરેન્દ્રનગર આત્મીય હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૬/૦૧/૨૦૨૬ ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હળવદ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!