Tuesday, February 3, 2026
HomeGujaratટંકારાના જબલપુર ગામે કારખાનાના લેબર ક્વાટર પાછળ યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ટંકારાના જબલપુર ગામે કારખાનાના લેબર ક્વાટર પાછળ યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ટંકારાના જબલપુર ગામે વિઝન બીલટેક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા શ્રમિકને તેની પત્નીએ મોટર સાયકલ લેવાની ના પાડતા જે કારણોસર મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં વિઝન બીલટેક કારખાનાના લેબર ક્વાટરમાં રહેતા બદીયાભાઇ હુરજીભાઇ ભુરીયા ઉવ.૩૭ને નવું મોટરસાયકલ લેવું હતું પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવા ઉપરાંત પુત્રના લગ્ન બાકી હોવાથી પત્નીએ મોટરસાયકલ લેવાની ના પાડી હતી. આ બાબતે મનોમન લાગી આવતા બદીયાભાઈએ તા.૦૧/૦૨ ના રોજ રાત્રીના ઘરેથી બાથરૂમ જવાનું કહી બહાર નીકળ્યા બાદ લેબર ક્વાટર પાછળ આવેલા નગરપાલિકાના કચરા નાખવાના સેડમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!