Wednesday, February 4, 2026
HomeGujaratમોરબીના ઊંચી માંડલ ગામ નજીક ડમ્પરની ઠોકરે રોડ ઓળંગી રહેલ યુવક ઇજાગ્રસ્ત

મોરબીના ઊંચી માંડલ ગામ નજીક ડમ્પરની ઠોકરે રોડ ઓળંગી રહેલ યુવક ઇજાગ્રસ્ત

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ નજીક હાઇવે ઉપર રોંગ સાઈડના આવતા ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ડમ્પર ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આવી રોડ ક્રોસ કરી રહેલ યુવકને હડફેટે લેતા તેને બન્ને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે રહેતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના રૂપાવટી ગામના વતની હસમુખભાઈ નાગરભાઈ ચાવડા ઉવ.૨૩એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ડમ્પર ટ્રક રજી.નં. જીજે-૩૬-વી-૧૯૦૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૩૧/૦૧ ના રોજ બપોરના સમયે ઘરેથી હસમુખભાઈ ચાલીને કારખાને જતા હોય ત્યારે ઊંચી માંડલ અને નીચી માંડલ ગામ વચ્ચે રાધે પાનની દુકાન પાસેથી રોડ ક્રોસ કરતા હોય તે દરમિયાન ઉપરોક્ત ડમ્પર ટ્રકના ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં અને બેદરકારીથી ચલાવી આવી હસમુખભાઈને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં હસમુખભાઈને એક પગમાં ત્રણ જેટલા ફ્રેકચર અને બીજા પગમાં છોલછાલ જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ અકસ્માતના બનાવ અંગેની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!