વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર પાસે રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એચ-૬૮૬૧લઈને નીકળેલ એક શખ્સને રોકી તેની તલાસી લેતા વિદેશી દારૂ ૮પીએમ વ્હિસ્કીના ૧૮૦મીલી.ના ૨૦ નંગ ચપલા કિ.રૂ.૨,૦૦૦/- મળી આવ્યા હતા. જેથી તુરંત મોટર સાયકલ ચાલક આરોપી મનસુખભાઇ છગનભાઇ સારદીયા ઉવ.૩૩ રહે. કણકોટ તા.વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. જ્યારે વિદેશી દારૂ વેચાણ અર્થે આપનાર આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર વાળાના નામની કબુલાત પકડાયેલ આરોપીએ આપતા, વાંકાનેર તાલુકા પોલીસે તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.









