મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક થેલીમાં કઈક છુપાવીને લઈ જતા યુવકને રોકી, તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા, થેલીમાંથી વિદેશી દારૂ માસ્ટર બ્લેન્ડર સિગ્નેકગર પ્રાયમરી વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૪ નંગ બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી વિક્રમભાઈ વેલજીભાઈ ધામેચા ઉવ.૧૯ રહે. મહેન્દ્રનગર ચાર રસ્તા શીતળામાતા વિસ્તાર મોરબી-૨ વાળા પાસેથી કુલ રૂ.૨,૧૪૮/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









