માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે તરીયું સીમમાં વોકળા કાંઠે આરોપી જગતસિંહ જયુભા જાડેજા રહે. મોટા દહીંસરા વાળો દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે, જે મુજબની બાતમીને આધારે માળીયા(મી) પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, જ્યાંથી પોલીસે ૧૬૦૦લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો કિ.રૂ.૪૦,૦૦૦/- ઝડપાયો હતો. આ સાથે પોલીસે આરોપીને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









